સરસ્વતી વંદના
હે  કૃપાનીધિ મા સરસ્વતી, ચરણોમાં તારા નમું સદા,
શ્રદ્ધાના  પુષ્પો  કરે ધરી,  શરણે  હું  તારા રહું  સદા.
તુજ  હાથમાં વીણા વસે, પુસ્તક, સ્ફટિક માળા મળે,
પધ્માસને  તું   આરૂઢે,   સમીપે  મયૂર   કેકા  કરે,
તું  છે શુભ્રવસ્ત્ર વિભુષિણી,  દર્શન હું તારા કરું સદા.
તુજ આંખ અમી વર્ષા કરે, આશિષ જ્ઞાન દીવા કરે,
સંજ્ઞાનું  જ્ઞાન તું  જ  દે, પ્રજ્ઞાનું  દાન  તું  જ  દે,
અજ્ઞાનનો કૂપ પરહરી, તુજ જ્ઞાન સિંધુ તરું હું સદા.
                             ‘મનુજ’ હ્યુસ્તોનવી
                               ૦૫/૨૯/૨૦૦૩