March 23rd 2008

ઢળી મૂછો, પડ્યા લીંબુ !

કહું છું હું તને એવી જગાએ આવવા માટે.
કરીએ આપ-લે દિલની જિવનને જીવવા માટે.

ધુમાડો ફેફસાંમાં ખાંસતા ઠાંસી ભલે દીધો,
ઠસો ઠસ ભીડ ઉમટી છે, મના ફરમાવવા માટે.

તમોને એમ છે જાણે તમે ઘરમાં સલામત છો,
ઉઘાડો દ્વારને નિકળો ઘડી ભર ભટકવા માટે.

વતન આવ્યો જ છું, બસ, મરણ પણ વતનમાં જ મળે,
મુઠી ભર ધૂળ આ માથે ભરું દફનાવવા માટે.

કરીએ શું જઈ એવી જગાએ ભીડમાં, કે જ્યાં-
મળે સહુ પોતપોતાની કથા બિરદાવવા માટે.

ખુદા મારો જ સાચો છે કહેનારા બહેરુપિયા,
ધરમના નામ પર નિકળી પડે વટલાવવા માટે.

શુકન કહિશું, કમોસમના વરસતા માવઠાને, કે-
વિધાતાના સિતમ, છતમાં સુરાખો આપવા માટે ?

સમયના ગરભમાં એવો દટાયો છું,અય,હમસફર!
કરું કોશિશ ચિરીને પેટ બા’ર કઢાવવા માટે.

કરે નિંદર બહારવટું, ઢળી મૂછો, પડ્યાં લીંબુ,
ઉઠાવો કલમ ‘મનુજ’ સુતું જહાન જગાડવા માટે.

-‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૩/૨૧/૨૦૦૮
છંદ-હઝજ (લ ગા ગા ગા= ૧+૨+૨+૨)
૭ માત્રા ના ચાર આવર્તનો, ૨૮ માત્રા પ્રત્યેક પંક્તિમાં.
પ્રત્યેક શેરમાં, ૫૬ માત્રાઓ કુલ હોય છે.
– ‘મનુજ’ હ્યુસ્તોનવી

1 Comment »

  1. કરે નિંદર બહારવટું, ઢળી મૂછો, પડ્યાં લીંબુ,
    ઉઠાવો કલમ ‘મનુજ’ સૂતું જહાન જગાડવા માટે.

    શેરના ઉલા મિસરામાં લ ગા ગા ગા નો મેળ તુટતો જોવા મળે છે. સુધારો કરવા વિનંતિ.

    Comment by ABHIJEET PANDYA — January 30, 2009 @ 4:55 am

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment