| ક્રમ્ | શબ્દ | અર્થ | શબ્દ પ્રયોગ | 
| ૧. | ફકીરી લટકા | સહેલો ઉપાય. | ફકીરી લટકે કંઈ રાજરોગ મધુપ્રમેહ જાય્? | 
| ૨. | ફગડું | છુટ્ટુ | ફગડું દીકરાને પરણાવ્યો જાણે બળદને રાશ પહેરાવી | 
| ૩. | ફગર | ફુલોથી ભરેલી ાળી | વસંત આવ્યાનાં વધામણા ,ડાળે ડાળે ફગર ફાલે | 
| ૪. | ફગવા | જુવારની ધાણી | હોળી આવે અને ફગવા અને ખજુર વહેંચાય્ | 
| ૫. | ફગળાવુ | બેહોશ થવું | બીકનાં માર્યા કેટલાક તો ત્યાં જ ફગળાઇ પડ્યા | 
| ૬. | ફગોડું | ઢોંગી | કેટલાકે રડારૉળ કરવાનાં ફગોડા કર્યા | 
| ૭. | ફજન | ખુશી | રાજાનાં શિરપાવને પામી ફજન થી નમન કર્યુ. | 
| ૮. | ફજ્જર્ | વહેલી સવાર્ | ફજ્જરની ઉગમણી દિશા કંકુવરણી થતી જતી હતી | 
| ૯. | ફઝલી | આંબો | બંગાળની ફઝલી કેરી સ્વાદમાં મીઠી અને વજની હોય છે | 
| ૧૦. | ફટાણાં | બીભત્સ ગીતો | વરરાજા પરણવા આવે ત્યારે ગવાતા ફટાણા નો રિવાજ જતો રહ્યો છે. | 
| ૧૧. | ફટાયા | પાટવી કુંવર જે ના હોય્ | ભરત ફટાયો બને તે મંથરાને કબુલ નહોંતુ. | 
| ૧૨. | ફડક | ચિંતા, ઉડવું તે | ફડક્નું માર્યુ હૈયું તેનુ ઉંચે ગગને ફડક્યું | 
| ૧૩. | ફડદ | તુમારનું પાનુ | ફડદીયું ફાટ્યુ એટલે તે કામ કરવું જ પડે | 
| ૧૪. | ફડબાજ્ | જુગારી | ફડબાજને ત્યાં ક્યારેક ફાકા તો ક્યારેક રાજાપાટ | 
| ૧૫. | ફડિણી | ગોંફણ | મોહનની ફડિણી ચાલે અને પક્ષીઓ સૌ ભાગે | 
| ૧૬. | ફણક | કાંસકો | વાળ એવા કપાવે કે ફણક્ ની જરૂર જ નહિં | 
| ૧૭. | ફણિભુજ | ગરૂડ | સાપને ખાનારો તેથી તે ફણિભુજ કહેવાયો | 
| ૧૮. | ફતજ | મૂળો | ફતજ રાતા અને સફેદ બંને પ્રકારનાં થાય્ | 
| ૧૯. | ફતૂર્ | ધતિંગ, | શાંત પ્રજાને ઉશ્કેરવા ફતૂરો નાખી અંગ્રેજો જતા રહેતા | 
| ૨૦. | ફતંગ | દેવાળીયો | આવકો કરતા જેની જાવકો વધુ તે ફતંગ કહેવાય્ | 
| ૨૧. | ફફૂંડી | ફૂગ | ફફૂંડી ના રોગ કષ્ટદાયક હોય છે | 
| ૨૨. | ફરજી | શતરંજની રાણી | ફરજીબંધ આવે ત્યારે શતરંજની રમત પુરીથાય્ | 
| ૨૩. | ફરફંદ | છળ કપટ | ફરફંદી થોડા દિવસ સચ્ચાઇ વરસો વરસ. | 
| ૨૪ | ફર્લાંગ | માઈલનો આઠમો ભાગ્ | બે ફર્લાંગ ચાલુને તેમનુ ઘર આવે |