ક્રમ્ |
શબ્દ |
અર્થ |
શબ્દ પ્રયોગ |
૧. |
ફકીરી લટકા |
સહેલો ઉપાય. |
ફકીરી લટકે કંઈ રાજરોગ મધુપ્રમેહ જાય્? |
૨. |
ફગડું |
છુટ્ટુ |
ફગડું દીકરાને પરણાવ્યો જાણે બળદને રાશ પહેરાવી |
૩. |
ફગર |
ફુલોથી ભરેલી ાળી |
વસંત આવ્યાનાં વધામણા ,ડાળે ડાળે ફગર ફાલે |
૪. |
ફગવા |
જુવારની ધાણી |
હોળી આવે અને ફગવા અને ખજુર વહેંચાય્ |
૫. |
ફગળાવુ |
બેહોશ થવું |
બીકનાં માર્યા કેટલાક તો ત્યાં જ ફગળાઇ પડ્યા |
૬. |
ફગોડું |
ઢોંગી |
કેટલાકે રડારૉળ કરવાનાં ફગોડા કર્યા |
૭. |
ફજન |
ખુશી |
રાજાનાં શિરપાવને પામી ફજન થી નમન કર્યુ. |
૮. |
ફજ્જર્ |
વહેલી સવાર્ |
ફજ્જરની ઉગમણી દિશા કંકુવરણી થતી જતી હતી |
૯. |
ફઝલી |
આંબો |
બંગાળની ફઝલી કેરી સ્વાદમાં મીઠી અને વજની હોય છે |
૧૦. |
ફટાણાં |
બીભત્સ ગીતો |
વરરાજા પરણવા આવે ત્યારે ગવાતા ફટાણા નો રિવાજ જતો રહ્યો છે. |
૧૧. |
ફટાયા |
પાટવી કુંવર જે ના હોય્ |
ભરત ફટાયો બને તે મંથરાને કબુલ નહોંતુ. |
૧૨. |
ફડક |
ચિંતા, ઉડવું તે |
ફડક્નું માર્યુ હૈયું તેનુ ઉંચે ગગને ફડક્યું |
૧૩. |
ફડદ |
તુમારનું પાનુ |
ફડદીયું ફાટ્યુ એટલે તે કામ કરવું જ પડે |
૧૪. |
ફડબાજ્ |
જુગારી |
ફડબાજને ત્યાં ક્યારેક ફાકા તો ક્યારેક રાજાપાટ |
૧૫. |
ફડિણી |
ગોંફણ |
મોહનની ફડિણી ચાલે અને પક્ષીઓ સૌ ભાગે |
૧૬. |
ફણક |
કાંસકો |
વાળ એવા કપાવે કે ફણક્ ની જરૂર જ નહિં |
૧૭. |
ફણિભુજ |
ગરૂડ |
સાપને ખાનારો તેથી તે ફણિભુજ કહેવાયો |
૧૮. |
ફતજ |
મૂળો |
ફતજ રાતા અને સફેદ બંને પ્રકારનાં થાય્ |
૧૯. |
ફતૂર્ |
ધતિંગ, |
શાંત પ્રજાને ઉશ્કેરવા ફતૂરો નાખી અંગ્રેજો જતા રહેતા |
૨૦. |
ફતંગ |
દેવાળીયો |
આવકો કરતા જેની જાવકો વધુ તે ફતંગ કહેવાય્ |
૨૧. |
ફફૂંડી |
ફૂગ |
ફફૂંડી ના રોગ કષ્ટદાયક હોય છે |
૨૨. |
ફરજી |
શતરંજની રાણી |
ફરજીબંધ આવે ત્યારે શતરંજની રમત પુરીથાય્ |
૨૩. |
ફરફંદ |
છળ કપટ |
ફરફંદી થોડા દિવસ સચ્ચાઇ વરસો વરસ. |
૨૪ |
ફર્લાંગ |
માઈલનો આઠમો ભાગ્ |
બે ફર્લાંગ ચાલુને તેમનુ ઘર આવે |